તણખો (હૃદય સ્પર્શી વાર્તા)

  • 2.5k
  • 764

તણખોસવારથી ધીમો ધીમો વરસાદ પડી ને રોકાય ગયો હતો. સૂરજની કિરણો કાનજીના ફળિયા માં ફેલાયેલા લીમડાના ઝાડ પર પડતાં જ લીલાછમ પાન સોનેરી લાગી રહ્યા હતા, પણ કાનજી સવારથી ઉઠ્યો ત્યારથી ક્યાંય ચેન પડતું ન હતું. કોણ જાણે ગામમાં કંઈ નવા જૂની થઈ હોય.ત્યાં જોનબાઈ ચા ની કીટલી લઈને આવી અને ઓસરીના કોરે મૂકી ઓરડાની માલીપા જતી રઈ."એ સાંભળો છો ચા મૂકી છે પી લેજો" કાનજીએ વળતા જવાબ આપ્યો. "એ હા હારું"કાનજીએ હળવેકથી ચા ની કીટલી રકાબી તરફ વાળી અને ચા ભરી હોઠે અડાડવાની ભાડે જ હતો ત્યાં ડેલીએથી અવાજ આવ્યો. "કાનજીભાઈ….કાનજીભાઈ…. રતન ડોશી પરલોક સિધાવી ગયા છે. તમે તરત