વરદાન કે અભિશાપ (ભાગ-૨૭) (રજાના દિવસે નરેશ તેના પપ્પાને વાત કરવા પહોંચી જાય છે. ધનરાજભાઇ બેઠા-બેઠા પેપર વાંચતા હતા. નરેશ આવીને તેમની પાસે બેસે છે. ધનરાજભાઇ ત્રાંસી નજરથી તેને જોઇને બેસવાનો ઇશારો કરે છે. તે પછી નરેશ વિસ્તારપૂર્વક તેના અને પ્રકાશ વચ્ચે જે વાતચીત થઇ હતી તે જણાવે છે. ધનરાજભાઇ મકાન લેવા માટે રાજી થઇ જાય છે. નરેશે તેના પપ્પાને કહ્યું કે, જો તમને વાંધો ના હોય તો તેઓ મને બધા પૈસાની સગવડ કરી આપે. હું તમને દર મહિને હપતે-હપતેથી આપી દઇશ. કેમ કે મકાન સારું છે અને ભાવોભાવ આવું મકાન આપણને કયાંય ના મળે. ધનરાજભાઇ તેને તેઓ મકાન