"કોણ હૈ, બચ્ચા અંદર આ જાવ."મારી નજર એકીટશે એ વ્યક્તિ સામે જોઈ રહી. એ માણસે મેલોઘેલો ઝભ્ભો અને નીચે ધોતિયું પહેરીયું હતું. ચહેરા પર દાઢીના સફેદ વાળ બહુ હોવાથી કરચલી છુપાઈ ગઈ હતી. ઉંમરની જાણ કરવી અઘરી હતી. મારી નજર જાણે એ વ્યક્તિને જોઈ ઘણું બધું જાણવા ઉત્સુકતા દર્શાવતી હતી. "જી મહારાજ... અંદર આ જાવું ?""આ જાવ બચ્ચા ક્યાં ચાહીયે ?"મારી નજર ચારેકોર ફરી રહી હતી, દીવાલો પર ભગવાનના ફોટા ચિપકાવેલા હતાં, ઘણી છબિઓ ખીલીનો આધાર લઈને લટકી રહી હતી પણ ક્યારે ખરી પડે તેનું અનુમાન લગાવવું અશક્ય હતું. માણસને જીવવા માટે દોલત, મકાન અને રોટી આ ત્રણેય વસ્તુની જરૂર