ગામડું - માંણો તો મોહી જ પડો..

  • 2.7k
  • 916

"મમ્મી.. મમ્મી... આ શું છે..?" નાનકડા પ્રિન્સે દિવાલ તરફ આંગળી કરતાં બાળસહજ સવાલ કર્યો. "એ છે ને... એ.. છે.. ને.. એ.. આઈ થીન્ક છાણ.. હા છાણ જ છે બેટા.." આયુષી થોડી થોથવાણી. "છાણ...??? એ વળી શું મમ્મા..?" પ્રિન્સ નવાઈ પામતાં બોલ્યો.. "ઓ.. હો..બેટા. છાણ એટલે.. છાણ.. એટલે... અરે હા. કાઉ જે પોટ્ટી કરે ને એને છાણ કહેવાય.." "અંમ્.. હંમ્મ્... કાઉની પોટ્ટી..?? છીં..છીં..છીં... " પ્રિન્સે હાથ વડે નાક-મોં દાબી દીધાં. આયુષીને પણ થોડી સૂગ ચડી હતી. થોડીવાર નિરીક્ષણ કરતાં પ્રિન્સની આંખોમાં આશ્ચર્ય છવાયું. પૂછ્યું , "મમ્મા, આ વૉલ પર ચડીને કાઉ કેવી રીતે પોટ્ટી કરતી હશે..??" એનું ભોળપણ જોતાં આયુષી હસી