ધારાવાહિક:- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાનભાગ - 5લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે મિત્રો.ફરીથી આવી ગઈ આપણી સફર આગળ વધારવા. વિશ્વ, વિશ્વા, રાજ, સ્નેહા અને ત્યાં પહોંચેલા મોટા ભાગના લોકોએ ખાવાનું ખાઈ લીધું હતું અને થોડો આરામ કરતાં કરતાં આગળ કેવી રીતે ફરવું એનાં પ્લાન બનાવી રહ્યાં હતાં. જમ્યા પછી મોટી મોટી રાઈડ શક્ય ન્હોતી. આથી એમણે અને ત્યાં આવેલા મોટા ભાગનાં લોકોએ બીજી બધી જગ્યાઓ જોવાનું નક્કી કર્યું. એ ચારેય જણાં ખાઈને, અડધો કલાક આરામ કરીને 'સલીમગઢ' નામની જગ્યાએ ગયા. આ જગ્યા 'અલીબાબા અને ચાલીસ ચોર'ની થીમ પર બનાવવામાં આવી છે. પરંતુ ત્યાં જબરદસ્ત ભીડ હતી અને બહુ લાંબી લાઈન