મને નિવૃત્ત થવું છે

  • 2.6k
  • 900

મને નિવૃત્ત થવું છે     **********************************************************************************   સામાન્ય થી અતિસામાન્ય માણસના જીવનમાં ધારેલું થતું નથી અને જે થાય તે અણધાર્યું હોય છે.ધાર્યું અને અણધાર્યું એમા જ   એનું જીવન અટવાતું રહે છે અને સમય આવે છે જીવનમાંથી કાયમનું નિવૃત્ત થવાનો.   ઉમા ,'સાંભળ  મને હવે ૬૦મુ ચાલે છે. મારું શરીર પણ હવે થોડું થોડું થાક અનુભવે છે .વિચારું છું કે દિવાળી પછી હવે નિવૃત્ત થઇ જવું છું .દિવાળીને હજુ ૪ મહિના છે ત્યાં સુધી નોકરી ચાલુ રાખું છું .પહેલા જેટલી સ્ફૂર્તિ પણ નથી રહી."   સવજી કાકાના ધર્મપત્ની ઉમાબહેન નિરુત્તર રહ્યા .સવજી કાકા એમના પત્નીના જવાબની રાહ જોતા હતા. તેમના