સંભાવના - ભાગ 9

  • 3.2k
  • 1.9k

ધુમ્મસ પાર કરતો તે પડછાયો ધીમે ધીમે દાદા અને કાવ્યા ની તરફ વધી રહ્યો હતો..... કાવ્યા પણ તે જોઈ ગઈ હતી. તે ડરના મારી દાદુની પાછળ છુપાઈ ગઈ.... યશવર્ધનભાઈ ની આંખોમાં પણ ડર સાફ દેખાઈ રહ્યો હતું. ધીમે ધીમે તે પડછાયો ધુમ્મસ પાર કરીને તે લોકોની નજીક નજીક અને ખૂબ નજીક આવી રહ્યો હતો. "મોટા શેઠજી તમે તમે અહીંયા કેવી રીતે??"- ધુમ્મસ ની અંદરથી ધીમેથી એક અવાજ આવ્યો તે શંભુ હતો. "શંભુ તું અહીં?"- યશવર્ધનભાઈ શંભુ ને ત્યાં જોતાં જ આશ્ચર્યચકિત થઈ ગયા" હા શેઠ અહીં આગળ તો મારું ગામ છે. શહેરમાં તમે લોકો હતા નહીં અને કંઈ કામ પણ