ન્યૂડ વીડિયો કૉલ અને ફ્રોડ

  • 3k
  • 1k

રાહુલ જમવા બેઠો હતો ને તેના મોબાઈલ ઉપર કોઈનો મેસેજ આવ્યો. રાહુલે મેસેજ ચેક કર્યો. મેસેજ વાંચી રાહુલ પોતાના રૂમ તરફ જવા લાગ્યો. 'આમ જમવાનું અધૂરું છોડીને કેમ જાય છે?' રાહુલની મમ્મીએ પૂછ્યું. 'અધૂરું છોડીને નથી જતો, મારું પેટ ભરાઈ ગયું છે એટલે જાઉં છું.' રાહુલે જવાબ આપ્યો. 'રાહુલ તે ખાવાનું ઓછું કરી નાખ્યું છે. આમ નહિ ચાલે, તારી થાળી સાફ કરીને જા.' પોતાના મમ્મીની વાત અણસુની કરી રાહુલ પોતાના રૂમમાં જતો રહ્યો. 'આ છોકરાએ તો મને હેરાન કરી મૂક્યો છે.' રાહુલની મમ્મી બબડી. પોતાના રૂમમાં ગયા પછી રાહુલે મેસેજ ઓપન કર્યો. મેસેજ સલોનીનો હતો. વાત આમ હતી કે કેટલાક