લલિતા - ભાગ 7

  • 2.8k
  • 1
  • 1.6k

ઘરના વડીલ કોઈ નિર્ણય લેઈ ત્યારે કોઈની ક્યાં તાકાત રહેતી તેનો વિરોધ કરવાની. જ્યંતિભાઈ ગુસ્સાની સાથે ચોખ્ખા શબ્દોમાં અર્જુન અને લલિતાના લગ્ન માટે ના પાડી દીધી. જ્યંતિભાઈ તો ગુસ્સામાં જે બોલવાનું હતું તે બોલી ગયાં પણ તેના શબ્દોનો ત્યાં હાજર લોકોનાં ઉપર કેવી અસર કરશે તે વિચાર્યું નહીં. જ્યંતિભાઈનો અવાજ એટલો મોટો હતો કે આખા ઘરમાં ફરી વળ્યો. ઇન્દુબેન, કરુણા અને બા રસોડાની બહાર ઘસી આવ્યા પણ જ્યાં લગ્નની ચર્ચા ચાલી રહી હતી તે ખન્ડની અંદર પ્રવેશવાની હિંમત ન કરી શક્યા. તો બીજી તરફ એક રૂમની અંદર બેસેલા અર્જુન, મહેશ અને ભામિની પણ પપ્પાનો અવાજ સાંભળીને અવાચક થઈ ગયાં. અર્જુન