અર્જુનનો જવાબ સાંભળીને ઘરમાં તો આનંદો થઈ ગયો....જ્યંતીભાઈ અને ઇન્દુબેનને હતું કે અર્જુન આ વખતે પણ ના જ પાડશે.ઘરનું વાતાવરણ ખુશખુશાલ થઈ જતાં અર્જુનની નાની બહેન ભામિની અંદરથી ગોળ પાપડીનો ડબ્બો લઈને દોડી આવી. ભામિની અર્જુનથી દસ વર્ષ અને મહેશથી 14 વર્ષ નાની હતી. ભામિની અર્જુનને ખૂબ લાડકી હતી. નાનપણથી ભામિની થોડી ડરપોક હતી. અહીં સુધી તેના મિત્રો સુધ્ધાથી ડરીને રહેતી હતી. પણ અર્જુને તેને હિંમતવાળી બનાવી હતી. જ્યારે તે ડરતી ત્યારે અર્જુન એને ટોકતો અને તેને સમજાવતો કે જો સાસરામાં તારા સસરા આ જ્યંતીભાઈ જેવા આવશે તો તું શું કરીશ? એટલે તું ડરવાનું બંધ કર અને બિનદાસ્ત થઈ જા