અનિતા

  • 2k
  • 696

મેકર ભવનની સામે પડતી અડધી ગલી માંડ વટાવી હતી તે જ વખતે શેઠના દિલતોડ શબ્દો શેખર ના કાનો માં ગુંજવા માંડ્યા. હદયમાં ઉપડેલી ટીશ ને દૂર કરવા તેના હોઠો પર એક ગીત આવી ગયું. ' દર્દ હમારા કોઈ ન જાને. અપની ગરજ કે સભી હૈં દિવાને ગીત આગળ વધે તે પહેલા જ એક વ્યથાથી ઉભરાતો આક્રોશ શેખર ના કર્ણપટ ને ભેદી ગયો. અને ગીત ટેપ તૂટી જાય તેમ થંભી ગયું. ", કુછ ખિલાઓ ભૂખે કો. દો દિન સે કુછ નહીં ખાયા. " એક અસહાય લાચાર નારીનું કલ્પાન્ત તેને વિહવળ કરી ગયું. વિચારો ની સાંકળ એકાએક તૂટી ગઈ. દ્રશ્ય જોઈ તેને