તુસી હો ગ્રેટ બડ઼ે પાપા - ભાગ 1

  • 5.5k
  • 3k

ત્રણેક વરસની અત્યંત કુમળી વયે મારી જનેતાનું એક અસાધ્ય બીમારીમાં નિધન થયું હતું ! મને તો બિચારાને માતાના દૂધનો સ્વાદ પણ યાદ નહોતો . માતાના અવસાન બાદ હું મારા મોટા ભાઈ પંકજ અને નાની બહેન ભાવિકા સાથે અમારા વતનમાં મોટી બા પાસે રહેતો હતો ! હાંસોટ રહેવા ગયા ને ત્રીજે દિવસે જ એક ગમખ્વાર ઘટના બની હતી. અમારી પડોશ માં રમેશ કાકા રહેતા હતા. તેમની નિજ ની ખેતી વાડી હતી. ઘરની ઘોડાગાડી પણ હતી. તે દિવસે ખેડૂતો ગાડી માં ખેતર ની ઉપજ લઈ તેમને બતાવવા ઘરે આવ્યા હતા. બે પાંચ મિનિટ નું જ કામ હતું. આથી તેમણે ઘોડા બાંધ્યા નહોતા.