લલિતા - ભાગ 5

  • 2.9k
  • 1.7k

દરવાજો ખોલતાંની સાથે સામે પ્રકાશભાઈ ઉભેલા દેખાય છે."અરે, તમે.. શું થયું? અચાનક..." મહેશને તે સમયે શું કહેવું તે ખબર પડી નહીં.હજી થોડા સમય પહેલાં જ તો મળ્યાં હતાં અને આવી રીતે અચાનક પ્રકાશભાઈનું આગમન કોઈને સમજાતું નહતું. અને તે સમયે છોકરીવાળા વગર કારણસર એમ જ છોકરાવાળા ને ત્યાં દોડી જતાં નહીં.જ્યંતીભાઈ આગળ આવે છે "શું થયું પ્રકાશ? અંદર આવ." પ્રકાશ ભાઈ જ્યંતીભાઈના ફુઈનો છોકરો થતો હતો. એટલે તેમની વચ્ચે સબંધ સારો હતો. પણ અત્યારે તો છોકરીવાળા તરફથી જ ગણાતો હતો.પ્રકાશભાઈ જાણે પૂછવાની જ રાહ જોતા હોય તેમ "અમને છોકરો પસંદ છે અને લલિતાને પણ તમે ક્યાર સુધીમાં જવાબ આપશો? "પ્રકાશભાઈના