કસ્તુરીની શોધમાં કેવા દરબદર ભટક્યા અમે? મૃગજળ મોહે આંધળા ભીંતરે ના ઝાંક્યું અમે... રસોડામાં સીમાની ચીસ સંભળાતા હિમેશ પેપર મુકી રસોડા તરફ દોડ્યો.. જોયું તો ગેસના બટનમાં નેપકિનના દોરા વિતરાયા હતા, અને તેલનું પેણીયું તેના હાથ પર ઊંઘું હતું.. કોણીથી નીચે પંજા સુઘીનો તેનો હાથ બળી ગયો હતો.. તેને ગુસ્સે થઈ કહ્યું : "તારું ધ્યાન ક્યાં છે?" "તું કામ કરવામાં આટલી બધી બેપરવાહી કેવી રીતે કરી શકે?" એમ કહી તેણે હાથ પાણીની ડોલમાં બોળી દીધો.. પાણી પડતાં થોડી ઠંડક થઈ, પણ દાઝવાની પીડા ખૂબ જ ભયંકર હતી.. આ જોઈ તેના સાસુએ તેને હાથ પર કોલગેટ લગાવા કહ્યું.. કોલગેટ લગાવતાની સાથે