જલધિના પત્રો - 15 - જીવન શિક્ષક નાનીમાંને પત્ર

  • 1.6k
  • 576

વ્હાલા નાનીમાં, માતાનો સ્નેહ નસીબદારના ભાગ્યમાં હોય છે. પણ માતાની પણ માતાનો પ્રેમ પામવો એ દુનિયામાં સ્વર્ગસમું સુખ પામવા જેટલો આનંદદાયી હોય છે. બહુ ઓછા એવા લોકો હશે જેને જીંદગીના ઘણા વર્ષો સુધી આ સ્નેહનો લ્હાવો મળ્યો હોય.હું મારી જાતને આ સુખ પામવા બદલ ખુબ ભાગ્યશાળી માનું છું. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે 'એક માતા સો શિક્ષકની ગરજ સારે છે'. તો નાનીમાં એટલે તો માતાની પણ માતા એટલે એના જેવા શિક્ષક તો બીજો કોણ હોઈ શકે ? એટલે જ આજે નાનીમા તમને એક શિક્ષક તરીકે માની આ પત્ર લખવા જઈ રહી છું. પહેલા તો આપને કરાતું સંબોધન 'નાનીમાં'જ