લલિતા - ભાગ 4

  • 3.3k
  • 1.9k

અર્જુનના પિતા ખૂબ જ ગરમ મિજાજના હતાં. તેમનું મગજ એટલું ગરમ રહેતું કે જ્યારે તેઓ ગુસ્સે થતાં તો તેમની આંખ એવી લાલચોળ થઈ જતી જાણે અંગારા વર્ષવાના હોય. અર્જુન નાનપણથી એકદમ બિનદાસ્ત, મજાકિયો પણ ઓછા બોલો હતો. તેને ઘરમાં રહેવા કરતાં મિત્રો સાથે રહેવાનું, મનગમતી પ્રવૃત્તિ કરવાની અને નવું નવું શીખવાનો શોખ હતો. પણ તેમના પિતાને એવું હતું કે જો અર્જુન આવી બધી પ્રવૃત્તિમાં વળગાયેલો રહેશે તો કરીયર નહીં બની શકે. બીજી તરફ અર્જુનનો મોટો ભાઈ મહેશ તેનાથી એકદમ વિરુદ્ધ હતો તે ભણવામાં હોશિયાર, બહાર કરતાં ઘરમાં જ વધુ સમય પસાર કરનાર, મર્યાદિત મિત્રો ધરાવનાર અને પપ્પા જેમ કહે તેમ