ઓહ મા તું

  • 2.3k
  • 1
  • 914

દ્રશ્ય જોઈ મન ખાટું થઈ ગયું. ખિન્નતા ને મારી ભગાવવા ઘરેથી નીકળી લાઈબ્રેરી માં ગયો. કોરા કાગળને ચિતરી નાખવાનું મન થઈ આવ્યું. પણ કલમે સાથ ના દીધો. વિચારો નું ધાડું માનસિક પરેશાની વધાર્યે જતું હતું. શાંતિ કાજે વાર્તા માસિકો ઊઠલાવવા માંડ્યા. પણ માનસિક અજંપો કેડો મૂકતો નહોતો. અચાનક ' બસ્તી ઔર બાઝાર 'ની જાહેર ખબરે મારું દયાન ખેંચ્યું. નવીન ક્રાંતિકારી કલાકારોનું ક્રાંતિકારી સર્જન. તરતજ મેં અપ્સરા ફિલ્મની વાટ પકડી. ' શું વેશ્યા ના જીવનનું દર્શન હશે? ' મનોમન સવાલ જાગ્યો. ' for adults ' ચિત્ર જોવા માટે મ