પ્રવિણ શેઠનાં ઘરેથી નિકળી તેજલબેનના ઘરે પહોંચી જાય છે.. થોડું મોડું થયું હોવા છતા, હિતેનભાઈ રાહ જોતાં હોય છે એટલે બન્ને જમવા બેસી જાય છે. પ્રવિણના મોઢા પરના હાવભાવ જોઈને લક્ષ્મી સમજી જાય છે કે એણે જે વાત કરી હતી તેનું સોલ્યુશન આવી ગયુ હશે.. એટલે એ પલને સ્પન્જ કરી, ફિડીંગ કરાવીને સુવડાવવા માટેની તૈયારી કરે છે.. જમતી વખતે પ્રવિણે વાત કાઢીને કહ્યું કે, ‘તમારી અને તેજલબેન વચ્ચેની વાત લક્ષ્મીએ સાંભળી હતી.. એટલે જ હું શેઠનાં ઘરે જવા માટે તમારા આવતા પહેલા નિકળી ગયો હતો.. તમે જોબ માટેની સહેજ પણ ચિંતા કરશો નહી.. માર્કેટમાં રીસેશન છે જ.. એટલે કંપનીઓ સ્ટાફ