ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 7

  • 2.2k
  • 1.1k

(અગાઉના ભાગમાં જોયું કે ભમરાજીને સબક શીખવાડવાનો ઉપાય અમને મળી ગયો. કાળી ચૌદસની રાતે જ એમના ઉપર ઉપાય અજમાવવનું નક્કી કરીને અમે છૂટા પડ્યા. હવે આગળ...) ************ સવારે મારી આંખ ખૂલી એવા જ ભમરાજી નજર આગળ ખડા થઈ ગયા. હું થોડો ઉત્સાહિ હતો. અને અંદરથી થોડો ભયભિત પણ.. "પાસું મનમાોં કો'ક કઠલા કૂટવા મંડ્યા લાગો સો.. મને બધુ ઠીક નહીં લાગતું.. કોં'ક દાળમોં કાળું લાગે સે.." સવાર સવારમાં મને વિચારમગ્ન જોઈને મારી પત્નીએ પાછો ધડાકો કર્યો. "એ.. હયે... ઓંને ઉપાડ્યું પાસું.." મનમાં બબડતો હું સતર્ક થઈ ગયો. કહ્યું, "કોંય વિચારતો નહીં લ્યા.. આ તો રાતે બરોબર ઊંઘ ન'તી આઈ એટલે