છપ્પર પગી - 18

(17)
  • 4.2k
  • 3k

પ્રવિણ ઓફિસનુ કામ પતાવી સાંજે પરત ઘરે જવા નિકળે છે પરંતુ સતત એનાં મગજમાં શેઠે કહેલી વાત ઘૂમરાયા જ કરે છે… શેઠની દરખાસ્ત માટે હા કે ના… શુ કહેવુ એ દુવિધા હતી… પણ પછી વિચાર્યું કે મારા મિત્ર રાકેશની પણ સલાહ લઈ જ લઉ અને પછી જ ઘરે વાત કરુ..! એણે રાકેશને ફોન કરી વિગતે પોતાની પરિસ્થિતિ અને શેઠની પરિસ્થિતિ અંગે વાત કરી… ઘરે પહોંચ્યો ત્યાં સુધી બન્ને મિત્રો વચ્ચે વાત ચાલી.. રાકેશ અનુભવી, ઘડાયેલો, વહેવારમાં કુશળ, સમત્વભાવ વાળો એક વિચારશીલ અને વિવેકી વ્યક્તિ હતો… એની સલાહ લગભગ તમામ પાસાઓને લક્ષમાં લઈને જ આપે.. એટલે એણે બધુ જ બરોબર સાંભળ્યા.