લોહીનો ‌ડાઘ - પ્રકરણ 6

  • 2.8k
  • 1.1k

ગામમાં રહેનાર ઘરડા -બુઢા છેક સીમાડા સુધી પરદેશ કમાવા જનારા ને વળાવવા આવ્યા. ગાડીમાં સાચવીને ચડજો ,જ્યાં જાઓ ત્યાં થી તરત કાગળ લખજો શરીર સંભાળીને કામકાજ કરજો વગેરે ભલામણ કરીને મૂકવા આવનાર ગામ તરફ પાછા ફર્યા ત્યારે બિસ્તરા પોટલા માટે ઉપાડીને શહેર તરફ ઘસી રહેલા ટોળામાના દરેક જણના મનમાં એક જ સવાલ હતો ક્યાં જઈશું ? સાંભળ્યું હતું કે આજથી 70 વર્ષ પહેલાં છપનો દુકાળ પડ્યો હતો એ વખતે બધાય સિંધમાં કમાવવા ગયા હતા તેમાના કેટલાક કુટુંબો અત્યારે પણ ત્યાં હતાં પરંતુ ભારત પાકિસ્તાન ભાગલા પડવાથી તે નાકુ અત્યારે સરકારે બંધ કર્યું હતું તેથી ત્યાં કમાવા જવાય તેમ ન હતું