છપ્પર પગી - 15

(18)
  • 4k
  • 3k

પણ લક્ષ્મી તો ઉભી પણ ન થઈ અને કહ્યુ કે, ‘ના….હું ઉભી નહી થાવ..(હસી ને ..) અમે તો કન્યા પક્ષ વાળા.. તમારા ઘરે આવ્યા તો… ઉભા થાવ તમે અને કરાવો મીઠું મોઢું તમે..! ‘ બધા ખૂબ જ હસ્યા. પ્રવિણે બધાને મીઠું મો કરાવ્યુ. આ બધી વાતો થઈ એટલે રાતનાં ૮ઃ૩૦ જેટલો સમય થઈ ગયો હતો..બન્ને ના ઘરે રસોઈ બાકી જ હતી. પ્રવિણને ઘરસંસારનો અનુભવ ન હતો, પણ વહેવારુ તો હતો જ.. એટલે એણે તરત કહ્યું કે, ‘મહેમાન તરીકે આવ્યા છો તો જમાડવા પણ પડશે ને ..( પછી લક્ષ્મી સામે જોઈ થોડું મોઢું બગાડી.. મજાકીયા અંદાજમાં હસી ને ફરી બોલ્યો. પેંડા