છપ્પર પગી - 14

(15)
  • 4.6k
  • 3.3k

પ્રવિણે હોસ્પીટલથી ફાઈલ લઈ, મેડીસીન કાઉંટર પરથી જરુરી દવાઓ લઈ, લક્ષ્મી પાસે જાય છે.લક્ષ્મીને તેજલબેને હમણાં કંઈ જ કહેવાની ના પાડી હતી, પણ અહિં તો બધુ જ સ્પષ્ટ થઈ ગયુ હતુ..એટલે લક્ષ્મી એ વિચારમાં ગરકાવ હતી… પ્રવિણ બિલકુલ પાસેની ચેર પર બેસી જાય છે, લક્ષ્મીનાં માથા પર સ્વાભાવિક રીતે જ હાશ મુકાઈ જાય છે. લક્ષ્મી એકદમ જ વિચારોમાંથી બહાર આવે છે. લક્ષ્મીની મનોસ્થિતીથી પ્રવિણ બિલકુલ વાકેફ છે એટલે એને કંઈજ બોલવાની તક નથી આપતો અને તરત જ કહે છે, ‘લક્ષ્મી ચિંતા કરવા જેવું કંઈ જ નથી, ડોક્ટરે કહ્યું છે કે બધુ જ બરોબર છે… આ તો ખુશ થઈ જવાય તેવાં