પનઘટનો પોકાર...

  • 3.5k
  • 1.1k

કૂકડે...કૂક.....કૂકડે...કૂ....ક... દૂર વાડામાં મરઘો બોલ્યો. ગંગામા સફાળાં પથારીમાંથી બેઠાં થઈ ગયાં. ઉઠીને ખડીયો પેટાવ્યો. ઓસરીમાં આવીને પુત્રવધૂને બૂમ મારી, "વઉ બેટા, વ્હોણું વાયુ. હટ ઉઠજો બેટા. બેડુ ભરવા જવાનું સે.." અને વાસીંદુ વાળવા મંડી પડ્યાં. પાછળના ઓરડામાં સૂતેલી કંકુ સાસુમાના એક જ ટૌકે જાગી ગઈ. બહાર આવીને ઝટપટ દાતણપાણી પતાવી દીધાં. પાણીયારેથી ખાલી બેડું લઈને પનઘટ તરફ નીકળી પડી. * * * * * ગામડાના ભૂતકાળમાં આંટો મારીએ તો દરેક ખોરડામાં આ ક્રિયા સામાન્ય હતી. પાછલા પહોરની મીઠી નિંદ્રા માણી રહેલું ગામડું સવારના ચાર વાગ્યા આસપાસ તો સળવળવા માંડતું. સૂરજદેવ રન્નાદે ના ખોરડેથી નીકળવાની તૈયારીઓ આદરે એ પહેલાં તો ગામડાનાં