તોફાની બીટ્ટુ

  • 19.1k
  • 7.2k

તોફાની, ચંચળ, ચબરાક અને પોતાની માન્યતાઓમાં પાકો એવો બીટ્ટુ નાના છોકરાઓના ટોળકીનો આગેવાન જેવો હતો. બધા બાળસેનાને ભેગી કરી ક્રિકેટ રમતો. જ્યારે કોઈ પણ સિક્સર મારે અને દડો જો રાહુલ સરના પ્રાઇવેટ દવાખાનાના કમ્પાઉન્ડમાં પહોંચે તો તરત બીટ્ટુ અને તેની સેના ફટાફટ દોડતી. બધા કમ્પાઉન્ડ નાં બહાર જ ઉભા રહી જતા પણ બીટ્ટુ વાંકો ચુંકો સંતાતો ભાગતો જઈ દડો લઈ આવતો. કંપાઉન્ડમાં ડોકટરની મનગમતી નવી કાર પાર્ક રહેતી. ડોક્ટર રાહુલ સરને હંમેશા ચિંતા રહેતી કે બીટ્ટુનો આ દડો કારમાં ક્યાં ગોબો ના પાડી દે અથવા તો કાચના તોડી નાં નાખે. કારણ કે બારીના કાચ તો તેણે 2 વાર તોડ્યા છે.