નેગેટિવ ટુ પોઝિટિવ

  • 3.1k
  • 1k

' નિજ ' રચિત એક સુંદર વાર્તા નેગેટિવ ટુ પોઝિટિવ સમ્યક પેન હાથમાં લઈ વિચારી રહ્યો હતો, સામે સફેદ કોરો કાગળ હતો, માથા પર ફેન ફરરર એકધારી ગતિએ ફરી રહ્યો હતો, ચકો ચકી બારીના કાચ પર ટક ટક કરી રહ્યા હતા, પણ સમ્યક એના પોતાના વિચારો માં ખોવાઈ ગયો હતો,... સમ્યક એક વાર્તા લેખક, ખાસ કરીને હાસ્યરચનામાં એની હથોટી હતી , પણ કોઈ કોઈ વખત લઘુકથા પણ લખી કાઢતો. આજે એને બહુ મન થયું એક લઘુકથા લખવામાં, પણ વિષય મળતો ન હતો, ત્રણ કલાક થી વધારે વખત થયો રૂમ માં બેઠે બેઠે, પણ કોઈ નવો વિચાર એને આવ્યો જ નહીં,