લોહીનો ‌ડાઘ - પ્રકરણ 4

  • 2.8k
  • 1.2k

માધા ડોસા ના ઢોલિયાની આજુબાજુ અત્યારે મોહન ,પ્રેમો, વીરદાસ ભગત, રૂપા સેંધો વગેરે ચિંતાતુર ચહેરે બેઠા હતા.માધા ડોસા ની તબિયત છેલ્લા પાંચેક દિવસથી કથળેલી તો હતી પરંતુ ગઈ સાંજ તો ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને છેલ્લા 24 કલાકથી તો તેમણે અન્ન -પાણી લેવાનું પણ બંધ કરી દીધું હતું .શ્વાસ બિલકુલ ધીમે ધીમે ચાલતો હતો અને બોલતા પણ તકલીફ પડતી હોય તેમ તૂટક- તૂટક સાદે બોલ્યા "મોહન ,બેટા વાઘાની ખબર રાખજો હો ! ઢોલિયા પાસે ઉભેલો મોહન ,લૂંગી વડે વાયરો નાખતા બોલ્યો "તમે આમ શું હિંમત હારી જાઓ છો બાપા ! તમને ઠીક થઈ જશે કાંઈ નહીં થાય હો