ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 3

  • 2.6k
  • 1.3k

(અગાઉના બે ભાગમાં આપણે ભમરાજી વિશે વધારે જાણ્યું. ચંદુને પણ એમની સાથે કોઈક તો દુશ્મની હતી જ. ગામલોકોમાં ભૂત અને ભમરાજીનો ખતરનાક ડર હતો. એ ડરને દૂર કરવા માટે હું અને ચંદુ કંઈક ઉપાય શોધી રહ્યા હતા. હવે આગળ... ) *********** ખેતરમાં સ્થિત એક મંદિરે માનતા કરીને અમે ઘર તરફ પાછા વળ્યા. દિવસ આથમવાની થોડી જ વાર હતી. ભયંકર કહાનીઓવાળા સ્મશાનના રસ્તે આવા સમયે નિકળવાનું લોકો ટાળતા. અત્યારે પણ વગડામાંથી લગભગ બધાં જ લોકો ગામ તરફ નીકળી ચૂક્યા હતા. થાડી જ વારમાં અમે સ્મશાન નજીક આવી પહોંચ્યા. વાતાવરણ એટલું શાંત અને ભયંકર લાગતું હતું કે નિડર હોવા છતાં આછી બીક