કટિબંધ - સમીક્ષા

  • 8.5k
  • 1
  • 2.7k

પુસ્તકનું નામ:- કટિબંધ સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- 'કટિબંધ' પુસ્તકના લેખક અશ્વિની ભટ્ટનો જન્મ ૨૨ જુલાઇ, ૧૯૩૬ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે એલિસ્ટર મેકલિન અને જેમ્સ હેડલી ચેઇઝનાં સંખ્યાબંધ પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. તેમણે લેરી કોલિન્સ અને ડોમિનિક લેપાયરના ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકનો ગુજરાતીમાં અરધી રાતે આઝાદી નામે અનુવાદ કર્યો છે, જેની ઘણી પ્રસંશા થઈ છે. નવલકથાઓ લખવાની સાથે તેઓ રંગભૂમિ સાથે સંકળાયેલા હતા. તેમની કટિબંધ નવલકથા ટીવી ધારાવાહિક રૂપે પ્રસારિત થઇ હતી. તેમની નવલકથાઓમાં અંગાર ભાગ ૧-૨-૩, આખેટ ભાગ ૧-૨-૩, આશકા માંડલ, ઓથાર ભાગ ૧-૨, કટિબંધ ભાગ ૧-૨-૩, ફાંસલો ભાગ ૧-૨, નીરજા ભાર્ગવ, લજ્જા સન્યાલ,