લક્ષ્મીનું ધ્યાન હજીએ સામે જોઈને ચાલવાને બદલે આજુબાજુમાં રહેતુ હતુ. એટલામાં તો લક્ષ્મીની એક ચીસ નિકળી ગઈ… એણે પ્રવિણનો હાથ એકદમ જ પકડીને ઉભી રહી ગઈ અને લગભગ ધ્રુજવા જ લાગી હતી. પ્રવિણે પણ એકદમ સતર્ક થઈને એનો હાથ મજબૂત રીતે થામ્યો અને પુછ્યુ કે ‘શું થયુ..?’ લક્ષ્મીએ કહ્યું, ‘ એક મોટો ઉંદરડો.. મારાં પગ પરથી નિકર્યો.. જોવ જોવ કેવડો મોટો ..,જો તાં જાય સે.. આવડો મોટો ઉંદરડો.. બાપ રે..! મેં તો કોઈ’દિ દીઠોય નથ’. હજી એનો હાથ પ્રવિણને બાવડે પકડીને ઉભી જ રહી ગઈ હતી. પ્રવિણે પછી લક્ષ્મીને કહ્યુ કે, ‘ અરે આ તો ગણપતિ બાપ્પાનુ વાહન… કંઈ ના