સંભાવના - ભાગ 8

  • 4.4k
  • 1
  • 2.1k

બપોર હવે ધીમે ધીમે સાંજમાં ઢળી રહી હતી. ઊંચા ઊંચા ઝાડની પેલે પાર સુરજ આથમ તો દેખાઈ રહ્યો હતો. ધીમે ધીમે તિમિર નો અવાજ વધી રહ્યો હતો. કાલની એ મનહુશ રાત ફરી શરૂ થવાના અણસાર આપી રહી હતી. સૌથી પહેલા શ્રેયસ તેના પછી રાધિકા અને હવે જશોદાબેન ત્રણે આ ગુમનામ જંગલમાં ગાયબ થઈ ગયા હતા. કાવ્યા સતત રડી રહી હતી તેના મમ્મી પપ્પાને યાદ કરીને. યશવર્ધનભાઈ તેને ચુપ કરાવાની બહુ કોશિશ કરી રહ્યા હતા પરંતુ હવે આ વાત અને સમય બંને હાથમાંથી નીકળી ચૂક્યા હતા. નાનકડી કાવ્યા ને આ ઘનઘોર જંગલમાં લઈને જવું તો પણ ક્યાં? સમય આ પરિવાર સાથે