ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 2

  • 2.8k
  • 1.4k

(ભાગ-1 માં પથુ અને ચંદુ વચ્ચે ભૂત વિશે ચર્ચા થઈ. ભેમા વિશે પણ થોડું જાણ્યું. ભમરાજી મહારાજના ભૂત સાથેના સંબંધો વિશે થોડું જાણ્યું. આ બધાના વિચારો કરતાં કરતાં મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો. હવે આગળ... ) ********** બીજા દિવસે બપોરે હું ઘરમાં કામ કરતો હતો ત્યાં બહારથી સાદ સંભળાયો.. "માસ્તર... ઓ માસ્તર.. ભાભી માસ્તર ચોં જ્યો..? " ચંદુએ આંગણામાંથી જ બૂમ મારી. "આ રયો લ્યા. રાડ્યો ચ્યમ પાડે સે..?" મેં બહાર આવતાં ચંદુને ધમકાવ્યો. "અલ્યા રાડ્યો ચોં પાડુ સુ ભૈ..? ખાલી પૂસવાનુંયે નઈં..?" "અલ્યા, ઓમ હાકોટા પાડીને પૂસવાનું..?" મેં ફરીથી ચંદુ પર ગુસ્સો કર્યો. "હવે ભૂલ થઈ જઈ લ્યા ભૈ. હવે