શયદા પાછી આવી

  • 2.6k
  • 1
  • 1.2k

' શયદા પાછી આવી! ' વર્લી ઝુપડપટ્ટી માં હૉર્નના પી પી અવાજ સાથે એક ટેક્સી આવી ને થંભી ગઈ. આસપાસના ટાબરિયાં - ભૂલકાઓ " શોએબ ચાચા આ ગયે".. કહેતા ચિલ્લાઈ ઊઠ્યા. શોએબ ટેક્સી માં થી નીચે ઉતર્યો. આજે તેના ચહેરા પર ગજબની તાજગી વર્તાઈ રહી હતી! બે વર્ષ સતત આંસુ વહાવી રહેલી આંખો માં પ્રસન્નતાની લહેર નિહાળી હર કોઈ ચકિત રહી ગયું. વિધવિધ પ્રકારના વિચારો તેમના કલ્પના શીલ માનસમાં ઉછળી રહ્યાં હતા. હજારો આંખોએ એક નવલું દ્રશ્ય નિહાળ્યું. શોએબે ટેકસીનું પાછલું બારણું ઉઘાડ્યું. એક નવયુવતી તેમાંથી બહાર આવી. લોકોની જિજ્ઞાસા વધી ગઈ. કોણ છે? કલ્પના રંગે ચઢી, એકલવાઈ જિંદગીમાં તેણે