ત્વમેવ ભર્તા - સમીક્ષા

  • 4.5k
  • 1
  • 1.5k

પુસ્તકનું નામ:- ત્વમેવ ભર્તા  સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનુ એક સશક્ત નામ છે. દેવાંગી ભટ્ટ મોટા ભાગની સ્ત્રીઓના પ્રિય લેખિકા હશે. એમનું મલ્ટીટેલેન્ટેડ વ્યક્તિત્વ આપણને હંમેશા આકર્ષે છે. એ રંગમંચ પર નાટક ભજવતાં હોય, કાવ્ય પઠન કરતાં હોય, કોઈ ગીત ગાતા હોય, વાર્તા કે નવલકથા લખતાં હોય વગેરેમાં કંઈક એવું તત્વ છુપાયેલું હોય છે જે તમને સ્પર્શ્યા વિના ના રહે. એમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં, લેખનશૈલી પણ આગવી છે. ‘વાસાંસિ જીર્ણાનિ’ ની ક્રૂર જર્મન નાયિકા ઓરોરા મિલર હોય કે ‘સમાંતર’ નો તેજસ્વી નાયક રઘુનાથ બર્વે, દેવાંગી ભટ્ટની કલમે ગુજરાતી સાહિત્યમાં અદ્ભુત પાત્રો ઉમેર્યા