એક જમીનદાર હતા. તેમની ગામમાં મોટી જાગીર, વિશાળ મોટો બંગલો અને સુખ સાહ્યબીવાળું જીવન હતું. પણ એમને કુસંગમાં જુગાર રમવાની લત લાગી. રોજ કુસંગીઓ સાથે થોડો દારૂ પીએ અને જુગાર રમે. કુસંગના પાસમાં બધું શરૂ થયું. એમ કરતા કરતા એ જમીનદાર બધી મિલકત ખોઈ બેઠા અને ઘર-જમીન વેચવાનો વખત આવ્યો. છેવટે નાદારી નીકળી એટલે એમણે નક્કી કર્યું કે “બીજા ગામમાં મારો મિત્ર નગરશેઠ છે. ત્યાં જઉં અને એની મદદથી પાછો ઊંચો આવી જઉં.” એમ વિચારીને એ જમીનદાર પોતાના પત્ની અને છોકરાંને લઈને પેલા નગરશેઠ મિત્રને ત્યાં ગયા. શેઠે એમની આપવીતી સાંભળી. પછી જમીનદારે કહ્યું કે, “મને પચાસેક હજાર રૂપિયા આપ