પ્રાયશ્ચિત

(15)
  • 2.8k
  • 1k

એ વખતે મારી ઉંમર કદાચ સાતેક વરસની માંડ હશે. એ સમયની ઘટનાઓ ખાસ કંઈ માનસ પટલ પર અંકિત ન હોય પરંતુ અમારા ઘરમાં થયેલી ચોરીની ઘટના તાદ્રૃશ્ય થઈ જાય એવી અને આજન્મ ભુલાય નહી તેવી આ ઘટના બની ગઈ. “ ગીધાબાપાને ઘરે ખાતર પડ્યું “ આ વાત બિજા દિવસે તો સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ. બધે એક જ વાત, અરે..રે ગીરધરભાઈનાં ઘરે ચોરી થઈ ? આવા “ભગત” ને ઘેર! જેમણે આ જન્મમાં તો કોઈનુંએ ખોટું નથી કર્યું , એમનાં ઘરે ચોરી કરવાનું પાપ કોણે કર્યું હશે ? જેણે પણ કરી હશે એનો આ જન્મ તો ઠીક આવતો ભવે ય નહી સુધરે