કોન્ટ્રાક્ટરને પ્રેમપત્ર: પુલ તુમ્હે ભેજા હૈ ખત મેં...

  • 6k
  • 2.2k

તમે ક્યારેય વસંતની પરોઢે કોયલનો ટહુકો સાંભળ્યો છે? આટલું વાંચીને ભળતા લેખમાં ઘૂસી ગયા હોય એવું લાગી આવવું સ્વાભાવિક છે. બજારમાં હારબંધ દુકાનો હોય ત્યારે ઉતાવળમાં સ્ટેશનરીની દુકાનને બદલે ભૂલથી પસ્તીની દુકાનમાં જતા રહીએ એવું બનતું હોય છે. એ પણ એટલું જ સ્વાભાવિક છે. આટલા ડાઇવર્ઝન પછી મૂળ વાત. તમે કોઈ કામસર સરકારી ઑફિસે ગયા હોવ અને વસંતનું આગમન થયું હોય એમ તાજી હવાની લહેરખી અનુભવાય અને ક્યારનો મોબાઇલમાં ડાયરો જોતો પ્યૂન અચાનક સક્રિય થઈને પોઝિશન સંભાળી લે તો ચીઠ્ઠી ઉછાળ્યા વિના સ્વીકારી લેજો કે ઑફિસમાં કોન્ટ્રાક્ટરનું આગમન થઈ ગયું છે. વસંત ઋતુમાં જે સ્થાન કોયલનું છે એ ઑફિસોમાં કોન્ટ્રાક્ટરનું