મેરેજ લવ - ભાગ 4

  • 4.6k
  • 2
  • 2.4k

' માયરા માં મંગળિયા વરતાય રે પહેલું પહેલું મંગળિયું વરતાય ર પહેલે મંગળ સોનાના દાન દેવાય રે ' માયરા માં મંગળફેરા સાથે સાથે જાનૈયાઓની માંડવીયા ઓ સાથે હસી મજાક- મીઠી નોંક ઝોંક, વરરાજાના બુટ ચોરી , સામ સામે ફટાણાની ફૂલઝડી અને આતશબાજી વચ્ચે માયરામાં ચોથો મંગળ ફેરો પણ ફરાઇ ગયો. ચોથું ચોથું મંગળિયું વરતાય રે અગ્નિ દેવની સાક્ષી એ ફેરા ફરાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે લગ્નની વિધિ તો સંપન્ન થઈ ગઈ. હવે આર્યા ની નવી સફર શરૂ થવાની હતી. આમ તો લગ્ન પછી દરેક યુવતીએ અંજાની રાહ પર કદમ માંડવાના હોય છે જીવનમાં ઘણા બદલાવા આવી જાય