નવો સૂર્યોદય થયો મનની મથામણો ઝંઝોળી દે,કિરણોના સ્પર્શમાં ભ્રમની ભ્રમણાઓ છોડી દે..મારી નજર એના પર સ્થિર થઈ છે, મારા હાથમાંથી છટકવું હવે શક્ય નથી! એ એને કંઈ કરી શકશે નહીં! મેં મારી પકડ મજબૂત કરી લીધી છે.. હિમેશે તેને ઝંઝોળી નાખી, અને તે ચોકીને સપનામાંથી બહાર આવી..શું થયું? આમ, ગાંડાની જેમ શું કામ લવારા કરે છે? પાછું જોઈ ભૂતનું સપનું જોયું! એ રડતાં રડતાં હિમેશને ભેટી પડી.. શાંત થઈ જા.. આ લે પાણી, પીને સૂઈ જા! તેણે પાણી પીધું.. પણ તેની આંખોમાં એ ભયાનક ચહેરો રમ્યા કરતો હતો.. આથી તેણે કહ્યું, સાંભળો છો, તેમ આરવને ફોન કરો.. મારે તેની સાથે