ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 5

  • 2.5k
  • 1
  • 1.1k

એ મહર્ષિ ખૂબ જ જ્ઞાની હતાં. લોકો તેમને જ્ઞાની મહર્ષિ કે તેજસ્વી મહર્ષિ નામે જ ઓળખતાં. દૂર દૂરના ગામોમાંથી લોકો તેમની પાસે આવતાં. તેઓ ભૂતકાળ અને ભવિષ્યકાળના જાણકાર હતાં. વર્ષોની તપસ્યા બાદ તેમને આ કાર્યમાં સફળતા મળી હતી.જ્ઞાની મહર્ષિ કાળી શકિતને પોતાના વશમાં કરી શકતા તેમજ તે કાળી શૈતાની શક્તિ નો ખાત્મો પણ બોલાવી શકતાં હતા. મહર્ષિના ગામના લોકો તો મહર્ષિને ઈશ્વર માનીને પૂજતા. ગમે તેવી મુસીબત હોય હંમેશા ગામના લોકો મહર્ષિની જ મદદ માંગતા અને મહર્ષિ હંમેશા તેમની મદદ કરવા માટે તત્પર જ રહેતાં.ગામની નજીક જ એક નાનકડી વાડી હતી, જ્યાં ચારેબાજુ વૃક્ષો થી ઘેરાયેલી એક નાનકડી ઝૂંપડી હતી.