ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 4

  • 2.6k
  • 1.4k

મુખી મન્યાના પિતાને ગામનું પાદર વટાવી જતાં જોઈને રહ્યા હતાં,પણ તે મન્યાના પિતાને ના રોકી શક્યો.ગામલોકો અને મુખીને ઘણુંજ દુઃખ લાગ્યું જ્યારે મન્યાના પિતાએ ગામ છોડી દીધું. મન્યો જેટલો અધર્મી હતો એનાથી વધુ તો મન્યાના પિતા દયાળુ અને માણસાઈ વાળા હતાં. તેમના સંસ્કારોમાં ક્યાંય ભુલ જોવા ના મળે, પણ કહે છે ને સાત ભવના પાપ આડા આવે બસ કઈક એવુંજ થયું તેમની સાથે. મન્યાના કારણે આજે તેના પિતા ગામના લોકોની સામે ઊંચી નજર કરીને જોઈ શકતા નહોતા. એટલે તેઓ આ ગામને છોડીને જતાં ચાલ્યા ગયા.સમય રેતની જેમ સરકી રહ્યો હતી.આ વાતને ચારથી પાંચ દિવસ થઈ ગયા.ધીમે ધીમે ગામલોકો અને મુખી