પ્રિત કરી પછતાય - 53

  • 1.8k
  • 772

પ્રિત કરી પછતાય* 53 ટ્રેને ઉપડવા માટેની વ્હિસ્લ વગાડી એટલે સાગરના સસરાએ પોતે આપેલી સૂચનાઓને પાછી દોહરાવી. "જુઓ સાગર.સુટકેશનું ધ્યાન રાખજો. અને મુંબઈ પહોંચીને તરત જ કાગળ લખી નાખજો." "ભલે."સાગરે બે અક્ષરી જવાબ આપ્યો.ટ્રેન ધીમી ગતિથી સ્ટાર્ટ થઈ.ત્યારે બારીના સળિયા પકડીને ચાલતા ચાલતા સાગર ના સસરાએ ફરીથી કહ્યું. "ધ્યાન રાખીને જજો સાગર." "તમે ફિકર નહીં કરતા મામા." કહી રફતાર પકડતી ગાડીમાંથી હાથ બહાર કાઢીને સાગરે ટાટા કર્યું.સાગરના સસરાએ પણ રૂમાલ ફરકાવીને પોતાના જમાઈને વિદાય આપી.અને ટ્રેને અમદાવાદ સ્ટેશન છોડ્યું.અને ટ્રેન ફાસ્ટ ગતિથી હવે એ મુંબઈ તરફ દોડવા લાગી હતી. સાગરે સુટકેશ ખોલી અંદરથી સરિતાએ પોતાના માટે મૂકેલી ચિઠ્ઠી બહાર કાઢી.પોતાના