પ્રિત કરી પછતાય* 50 સાગરના આ સંબોધનથી તંદ્રામાં ખોવાયેલી ઝરણા જાગૃત થઈ.રાતનું જે દ્રશ્ય એની નજર સામે નાચી રહ્યુ હતુ. એ વિખરાઈ ગયું.અને એની આંખો સાગરની ચશ્મા માંથી ડોકાતી આંખો ઉપર મંડાણી.આંખના ઈશારા થી એણે સાગરને પૂછ્યું "શુ?"જવાબમાં પોતાના હૃદયને સંભાળવાની કોશિષ કરતા સાગરે પોતાના મનમાં ઘોળાતા પ્રશ્નની ઝરણા આગળ રજૂઆત કરી. "ગઈ રાતના સરિતાના રુદનનું કારણ શું હતુ.?" સાગરના પ્રશ્નના જવાબમાં જરા વાર સાગરના ચહેરાને ઝરણા ઘુરી રહી.પછી બોલી. "કાલે સરિતાને મેં સાફ સાફ કહી દીધું કે.હવે એ તમને ભૂલી જાય.તમારી સાથેના દરેક સંબંધોનો છેડો એ ફાડી નાખે.કારણ કે મારા પતિના પ્યારમાં કોઈને પણ ભાગીદાર બનાવવા હું માંગતી નથી.અને