પ્રિત કરી પછતાય - 45

  • 1.9k
  • 856

પ્રિત કરી પછતાય 45ઝરણા સરિતાના ચહેરાને નિરખતા આમ વિચારી રહી હતી.અને સરિતા આશ્ચર્યથી પોતાની મોટી બહેનને પોતાને આમ નિરખતા જોઈ રહી.પણ એ વધુ વાર ઝરણાની નજરનો સામનો ન કરી શકી.આખરે એણે પૂછવું પડ્યુ. "તુ મને આ રીતે શા માટે જુવે છે?" સરિતાના આ પ્રશ્નનો ઝરણાં એ ઘણી જ કડવાશ પૂર્વક જવાબ આપ્યો. "હું તારા ચહેરાને જોઉં છુ.હું જોઉં છું તારી આ કાળી આંખોને.તારા આ ગુલાબી હોઠો.ને હું તારા આ બદનની ખૂબસૂરતીને જોઈ રહી છું.કે જેણે મારા પતિને પોતાનો પ્રેમી બનાવ્યો."ઝરણાના આ કાતિલ કટાક્ષ બાણો સરિતાથી ન જીરવાયા.એક આંચકો લાગ્યો એના હૃદયને.અને એની નજર શરમથી નીચે ઝૂકી ગઈ.ઝરણાએ પહેલા તો પોતાના