પ્રિત કરી પછતાય - 39

  • 1.8k
  • 928

પ્રિત કરી પછતાય* 39 સાતમા દિવસની સવારે વહેલા નાહવાની ઝરણાને ઈચ્છા થઈ આવી. આથી એણે સરિતાને કહ્યું. "સરિતા આજે મારે વહેલાસર નાહવા ની ઈચ્છા છે.તો હું બાથરૂમમાં જાઉં છુ.તું જરા મારી બેગ માંથી મારા કપડાં તો કાઢી રાખ." આમ કહીને એ બાથરૂમમાં નહાવા માટે ચાલી ગઈ.સરિતાએ ઝરણાના કપડાં કાઢવા માટે ઝરણાની બેગ ખોલી ઝરણાનો પેટીકોટ અને સાડી તો એને સહેલાઈ થી મળી આવ્યા.પણ બ્લાઉઝ મળતું ન હતું આથી એણે આખી બેગ ખાલી કરી નાખી ત્યારે માંડ માંડ બ્લાઉઝ મળ્યુ.પણ બ્લાઉઝ ની સાથે નીચે તળિયેથી એને સાગરના હાથે લખાયેલો એ પ્રેમ પત્ર પણ મળ્યો જે સાગરે સરિતા ને આપવા માટે ઝરણાને