પ્રિત કરી પછતાય - 35

  • 2k
  • 2
  • 956

પ્રિત કરી પછતાય* 35 રાતે નવ વાગે દુકાન બંધ કરીને સાગર જયારે ઘરે આવ્યો.ત્યારે દાદીમા રોજ કરતા આજે કંઈક વધારે જ એને આનંદમાં લાગ્યા.સાગરને જોતા જ માં ટહુક્યા. "આવ.દીકરા આવ.ક્યારની તારી જ રાહ જોઉં છું."સાગર માં ના ખાટલા ઉપર માં ની બાજુમાં બેઠો.માં ના ધ્રુજતા સ્વરમાં આજે કઈ ખુશાલીની મીઠાશ ભળી છે. એની એણે મનોમન અટકળો કરવા માંડી.પોતાના જીગરી દોસ્ત અશ્વિનનુ કોઈ સાથે નકકી તો નહી થયુ હોય? "અશ્વિન નું કોઈની સાથે ગોઠવાય ગયુ કે શુ?" એણે અંધારા મા તીર માર્યું.પણ માં એ એ તીરને પાછુ ઠેલ્યુ. "નારે.મારી ખૂશી તો આપણા પરિવાર સાથે સંકળાયેલી છે."સાગરને કંઈ સૂઝયું નહીં.ત્યારે એણે માં