પ્રિત કરી પછતાય - 32

  • 2.1k
  • 1k

પ્રિત કરી પછતાય* 32 "તને?" સાગરે આશ્ચર્ય થી પૂછ્યુ. "હા સાગર મને.નંદા સાથે લગ્ન કરીને હુ સુખી નથી થયો.તેમ બીજા પુરુષની પત્ની બનીને.એ પણ સુખી નથી થઈ. અમે બંને એકબીજા માટે જ બન્યા હોઈશુ.એકબીજા વિના અમે અધુરા જ છીએ.એકબીજાથી અલગ રહીને અમે ક્યારેય સુખી નથી થઈ શકવાના.આવું મારું માનવું છે." "તારુ માનવુ છે ને? પણ શુ નિશા આ માનશે?" સાગરે સંદેહ વ્યક્ત કર્યો.પણ અશ્વિન ને તો જાણે પુરે પૂરો આત્મવિશ્વાસ હતો. "જરૂર.જરૂર માનશે."પણ એના એ આત્મવિશ્વાસ ઉપર સાગરે ઠંડુ પાણી રેડવાની કોશિશ કરી જોઈ. "કદાપી નહીં માને.જો એને તારી વાત માનવી જ હોત.તો એ તારી સાથે.તે કરેલી બેવફાઈ નો બદલો