પ્રિત કરી પછતાય - 30

  • 2k
  • 1
  • 973

પ્રિત કરી પછતાય* 30 ગુરુવારની સવાર સાગરના ઘરમાં ધમાચકડી લઈને આવી.કારણકે ઝરણા આજે સુવાવડ માટે.પોતાને પિયર અમદાવાદ જાવાની હતી.એ યાદ કરી કરીને પોતાનો સાથે લઈ જવાનો તમામ સામાન પેક કરી રહી હતી.અમદાવાદ લઈ જવાની પોતાની દરેક નાની-મોટી ચીજો યાદ કરી કરીને બેગમાં મૂકી રહી હતી.મુંબઈ સેન્ટ્રલ થી સાડા બારે ટ્રેઈન છૂટતી હતી.માટે કમથી કમ બાર વાગ્યા સુધીમા સ્ટેશને પહોંચી જવુ જોઈએ. એની જગ્યાએ અગિયાર તો ઘરે જ વાગી ગયા હતા.અને હજુ સામાન પેક થયો નહોતો.ત્યારે ખીજાઈને સાગરે કહ્યુ. "મેં તને સોમવારે જ કહ્યું હતુ ને કે તું અત્યારથી જ તારો સામાન પેક કરવા લાગી જા.તો ગુરુવાર સુધીમાં બરાબર પેક થઈ