પ્રિત કરી પછતાય - 23

  • 2.3k
  • 1.3k

પ્રિત કરી પછતાય* 23 બોખા મોમાં એકઠું થયેલું થુક ગળવા માટે માં થોડું રોકાણા.એક ગ્લાસ ઠંડુ પાણી પીય ને અત્યાર સુધી એકધારા બોલ્યા કરવાથી લાગેલો થાક ઉતાર્યો. અધૂરી મુકાયેલી વાત પૂરી સાંભળવા ઝરણાના કાન ઊંચા નીચા થઈને થનગની રહ્યા હતા.હવે માં એ વાતનો દોર આગળ વધાર્યો......."મેઘાને ત્યાં અવારનવાર એનો મામો ધીરજ આવતો.ચોવીસીમાં પહોંચેલો ધીરજ હજી કુંવારો જ હતો.એની પરિસ્થિતિ મેઘાના કુટુંબ કરતા ઘણી સારી હતી.અને એ જાણતો હતો કે આવી તંગ ગરીબી મા બહેન પોતાના બચ્ચાઓને મોજ શોખ તો નહીં જ કરાવી શકતી હોય.એટલે જ્યારે એ બહેનને મળવા આવતો.ત્યારે નાના ભાણેજરુ ઓને ક્યારેક ફરવા લઈ જતો.તો ક્યારેક સિનેમા જોવા પણ