પ્રિત કરી પછતાય - 13

  • 2.3k
  • 1.3k

પ્રિત કરી પછતાય* 13 કાલની જેમ આજે પણ સાગર. સરિતાના જ સપના જોતા જોતા ઉઠ્યો.કાલ કરતા આજે સરિતાની યાદ અને વધુ સતાવતી હતી.અને એને સરિતા સાથે કરેલી મહોબતનો પ્રશ્ચાતાપ પણ થતો હતો.એક નહી અનેક સવાલો એના મનમાં આજે ઘુમરાતા હતા.મારી સાથે ઈશ્ક કરીને સરિતાએ શું મેળવ્યુ? સરિતા સાથે દિલ લગાડવાથી પોતે શુ પામ્યો? એનો તાગ એ પોતાના હ્રદયના ત્રાજવા મા તોળવા ની કોશિશ કરવા લાગ્યો. મારી સાથે પ્યાર કરીને સરિતાને આંસુ ઓ સીવાય જો બીજુ કાંઈ મળ્યુ હોય તો એ ફક્ત ઉમ્ર ભરની જુદાઇ જ મળી છે.સરિતા જાણે છે કે હું એને ક્યારેય પણ મળી શકુ એમ નથી.છતાય મને મેળવવાની